Skip to content

યાદો…!!!

વિસરી ગયેલી છતાં , તાજી થયેલી યાદો…
સુખ આપતી, દુઃખ આપતી, ડંખ મારતી યાદો…
બસ કંઈ કેટલી યે, સંઘરી  રાખેલી મારી યાદો…

માં ની ગોદ માં ઊંઘતી પ્રેમાળ આંખોની યાદો…
બાપની આંગળી પકડી, હૂંફ થી ભરેલા પગલાં ની યાદો…
હેતના હિંચકે બહેને વીંટાળેલી એ દોરી ની યાદો…

શાળાએ સાથે જતા મારા એ સહપાઠીની યાદો…
એવી એક સહેલીની સરળતા ભરી મીઠી યાદો…

વિદાય સાથે જ મળેલી એવી એકલતા ની યાદો…

સુંદરતાથી સજેલા એ સાથ-સથવારની યાદો…
પ્રણયથી મહેકતા ફૂલ સમા એ બાગની યાદો…
એકલા બનેલા આ હૈયાની ખોતરેલી યાદો…

ડગલે ને પગલે ભરેલા હિમ્મતી સાહસની યાદો…
સંસાર સાગરના મોઝાં સામે ઝઝૂમવાની યાદો…
“મુબારક” આ દિલને મૂલ્યવાન માયાળુ યાદો।…

– નરેન્દ્ર ધરજીયા

12th August 2017

Leave a Reply

Discover more from Techplus Software Pvt Ltd

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading